આજે યુવા કરશે મહાદાન


આજે યુવા કરશે મહાદાન,
મતદાન સ્વરૂપે કરશે મહાદાન...

આજ મળ્યો છે અવસર રૂડૉ,
સૌ સાથે મળી કરશે મતદાન.

ભૂલી ને બંધન નાત - જાત નાં,
લાવશે સૌ સત્ય નું નિશાન.

પરંતુ થઈ જરા સાવધાન,
લાવશે સૌ જે નિશાન,
એના પર ટકી છે દેશ ની શાન

આવશે રાષ્ટ્ર મા જે નિશાન,
કરશે વડા હોવાનું અભિમાન,
નહીં તો વધારશે લોકશાહી નું માન.

તેથી જ કરી તેના કામ પર વિશ્વાસ,
કરીશું સત્ય ને લાવવાનો પ્રયાસ.
જે કરશે ખત્મ જળ થી ભ્રષ્ટાચાર,
અને બનાવશે લાંચ વિહોણી સરકાર.

આજે યુવા કરશે મહાદાન,
મતદાન સ્વરૂપે કરશે મહાદાન...
                 ~શ્વેતાંગ સોલંકી 

Post a Comment

0 Comments