મિત્ર ની લાગણી



મિત્ર ની લાગણી

જો હું હસુ તો એ પણ હસે,
પરંતું
હું રડુ તો એ જરાય ના રડે.
આ જ છે મિત્ર ની લાગણી....

મને પૂછ્યા વગર જમે નહીં
હું જમ્યો કે નહીં એની ચિંતા કરે,
અને
હું જમ્યો ન હોય તો એને ખૂબ જ ગુસ્સો આવે,
છતાંય હળવેથી કહે સારું
અને પાછો પોતે પણ જમે નહીં.
 

આ જ છે મિત્ર ની લાગણી....

મિત્ર ની વેદના સહેવાય નહીં
અને
મિત્ર વગર રહેવાય નહીં.
પરંતુ જ્યારે એ જ મિત્ર કઈ કહે નહીં,
ત્યારે લાગણી બહાર વ્યક્ત થાય નહીં.
આ જ છે મિત્ર ની લાગણી....

કેમ બોલતો નથી? શું કર્યું મેં? શું ભૂલ થઈ મારાથી?
આવા કેટલાય પ્રશ્નો હૈયા માં ઉમડતા હોય,
પરંતુ એને,
હોઠ સુધી લવાય નહીં.
આ જ છે મિત્ર ની લાગણી....

તું આમ ના કર! મને નથી ચાલતું!
એવા વચન હૈયા માં ઉમટે,
પરંતુ
મિત્ર સામે કહેવાય નહીં.
આ જ છે મિત્ર ની લાગણી....

            ~શ્વેતાંગ સોલંકી

Post a Comment

0 Comments